સંપર્ક માટે

+91 99132 36691

સંપર્ક કરો

(0285) 2681612

ટ્રસ્ટ વિશે

સંસ્થા નો મુખ્ય હેતુ


આ સંસ્થા નો મુખ્ય હેતુ અતિ ગંભીર વિકલાંગ બાળકો કે જેને કોઈ સાચવવા તૈયાર નથી કે જેને સંડાસ તેમજ પેશાબ નું પણ ભાન નથી તેવા વિકલાંગોને આ સંસ્થા 24 કલાક કાળજી લે છે અને સાચવે છે.
સમાજ માંથી તરછોડાયેલા અતિ ગંભીર વિકલાંગ બાળકોને સમયસર ભોજન કરાવવું સમયસર પેશાબ પાણી કરાવવા તેમજ બાળકની સ્વસ્થતા રાખવી અને તમામ બાળકોને એકદમ આનંદિત રાખવા આ સંસ્થા માથે છે.
સંસ્થા માં આવા કોઈ પણ બાળકો પાસે થી કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી એને ભવિષ્યમાં ફી લેવામાં આવશે પણ નહિ. આમ આ સંસ્થા નો મુખ્ય હેતુ સમાજમા રહેલી આવી વ્યક્તિઓને જીવન જીવવાની હુંફ પ્રાપ્ત થાય અને સમાજમાં ઉન્નત મસ્તક રાખી પોતાનું જીવન જીવી શકે તેવું બળપૂરું પડવાનો છે.



Samprat Education & Charitable Trust


સંસ્થા નો ઈતિહાસ


આ સંસ્થા ની સ્થાપના તારીખ 08/06/2006 ના રોજ કરવામાં આવેલ. સંસ્થાનો મુખ્ય ઉદેશ સમાજ માં રહેલા વિકલાંગો, વૃધ્ધો, વિધવાઓ અને અનાથ બાળકોને મદદ કરવાનો છે.
આ સંસ્થાના સ્થાપક શ્રી મહેન્દ્રભાઈ જસાભાઈ પરમાર સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય, ગાંધીનગર ના અનુદાન થી કાર્યરત શ્રી મહષિઅષ્ટાવક્ર સમુદાય આધારિત વિકલાંગ પુર્નવસન યોજના માં 6 (છ) વર્ષ થી સુપર વાઈઝર તરીકે સફળ કામગીરી કરેલ છે.
તેમને જુનાગઢ જીલ્લાના વંથલી અને માળિયા હાટીના તાલુકામાં તમામ વિકલાંગતા ક્ષેત્રે પ્રસંસનીય કામગીરી કરેલ છે.
વિકલાંગો માટે સાધન સહાય કેમ્પો, મેડીકલ સર્ટીફિકેટ કેમ્પો, સ્કોલરશીપ માટેના કેમ્પો, ઓળખ કાર્ડ માટેના કેમ્પો, નેત્ર નિદાન માટેના કેમ્પો, સર્વ રોગ નિદાન કેમ્પ, આયુર્વેદિક સર્વ રોગ નિદાન કેમ્પ, જન - જાગૃતિ માટેના સેમીનાર, વગેરે જેવા કેમ્પોનુ આયોજન કરી એક સેવાની કામગીરી માં યોગદાન આપેલ છે.
વિકલાંગો ક્ષેત્રે સતત કામગીરી કરેલ હોવાથી ગામડામાં રહેલા વિકલાંગો ની વાસ્તવિક પરિસ્થિતિ, જરૂરિયાતો અને સમાજ ની વિકલાંગો પ્રત્યે ની અવગણનાને જાતે તપાસી છે. તેના ફળ સ્વરૂપે સમાજ ને વધારે ને વધારે મદદ કરવાના હેતુથી અને પોતાના આપ બળે નિર્ણય લઇ કામગીરી કરવાના ઉદેશ થી સંસ્થાની સ્થાપના કરી.



Samprat Education & Charitable Trust
ક્રમાંક. સભ્યના નામ વ્યવસાય એન.જી.ઓ. પોસ્ટ
1 પરમાર મહેન્દ્રકુમાર જસાભાઈ નોકરી પ્રમુખ
2 પરમાર દિનેશભાઈ દાનાભાઈ ખેડૂત સભ્ય
3 પરમાર ગીતબેન મહેન્દ્રભાઈ ગૃહિણી ઉપપ્રમુખ
4 બગડા દેવજીભાઈ પાલાભાઇ નોકરી સભ્ય
5 વાઘેલા હંસાબેન મોહનભાઈ ગૃહિણી સભ્ય
6 બગડા લીલાવંતીબેન દેવજીભાઈ નોકરી સભ્ય
Samprat Education & Charitable Trust