samprat.jnd@gmail.com

સંપર્ક માટે

+91 99132 36691

સંપર્ક કરો

(0285) 2681612

અમારી પ્રવૃત્તિઓ

સંસ્થાને "ફિટ ફેસિલિટી સર્ટિફિકેટ" એનાયત.


સંસ્થાની શ્રેષ્ઠ કામગીરી અને સ્વછતાને ધ્યાને લઇ ગુજરાત રાજ્યના બાળ આયોગ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ 'સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ- જૂનાગઢ' સંસ્થાને " ફિટ ફેસિલિટી સર્ટી " એનાયત કરવામાં આવ્યું. આ તકે બાળ સુરક્ષા ગુજરાત રાજ્ય ગાંધીનગરના પ્રોજેક્ટ મેનેજર શ્રી ઇંદ્રજિત સાહેબ તથા પ્રોજેક્ટ ઓફિસર શ્રી યજ્ઞેશ પટેલ સાહેબ, રાજ્ય બાળ આયોગના સદસ્ય શ્રી આરતીબેન જોશી ઉપસ્થિત રહેલ. તેમજ બાળ કલ્યાણ સમિતિ જૂનાગઢના ચેરપર્શન શ્રી રમીલાબેન કથીરિયા, સદસ્ય શ્રી અમુભાઈ પાનસુરીયા, માધવજીભાઈ ચૌહાણ, સ્મૃતિબેન શાહ, બાળ સુરક્ષા એકમના અધિકારી શ્રી રમેશભાઈ મહિડા, તેમજ સંસ્થાના પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ પરમાર તેમજ વગેરે મહાનુભાવો હાજર રહેલ.

કસરત માટે ભવ્ય મકાનનું ઉદ્ઘાટન


આજ રોજ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જુનાગઢ સંસ્થામાં સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમાની ગ્રાન્ટમાંથી દિવ્યાંગ બાળકો માટે ભવ્ય મકાન બનાવવામાં આવેલ. આ ભવનનું ઉદ્ઘાટન તારીખ ૧૨/૦૮/૨૦૧૮ના રોજ રાખવામાં આવેલ જેમાં માનનીય સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમાના હસ્તે કરવામાં આવેલ આ તકે મુખ્ય મહેમાન તરીકે પી.પી. સવાણી ગૃપ સુરતના મહેશભાઈ સવાણી ખાસ ઉપસ્થિત રહ્યા તથા સંસ્થાની કામગીરી નિહાળી ભાવવિભોર બન્યા હતા. તેમજ ગુજરાત બેંક વર્કર યુનિયનના દિલીપભાઈ ટીટીયા સાહેબ, વિજાપુર ગ્રામ પંચાયતના પરેશભાઈ મોરવાડિયા તથા સભ્યો, આરતીબેન જોષી, રમીલાબેન કથીરિયા, ભાવેશભાઈ વેકરીયા, જેઠાભાઈ પાનેરા, રમેશભાઈ મહીડા, મનસુખભાઈ વાજા, વજુભાઈ ધકાણ, હરસુખભાઈ વઘાસીયા વગેરે જેવા મહાનુભાવો આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમજ સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા, દિલીપભાઈ ટીટીયા અને વિજાપુર ગામના સરપંચ પરેશભાઈ મોરવાડિયાનું મોમેન્ટો દ્વારા સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમા સંસ્થાના કર્મચારી દ્વારા રંગલા-રંગલી નાટક દ્વારા સંસ્થાની પ્રવૃત્તિઓ વર્ણવી હતી.

રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમનું ઉદ્ઘાટન


જીલ્લા એન.સી.ડી. સેલ, સિવિલ હોસ્પિટલ જુનાગઢ દ્વારા તારીખ: ૦૯/૦૭/૨૦૧૮ ના રોજ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટમા રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવેલ. આ પ્રસંગે (જીલ્લા માનસિક આરોગ્ય કાર્યક્રમ) ના કો- ઓર્ડીનેટર શ્રી વિશનભાઈ કાથળ,અજયભાઈ જાડેજા તથા રીપલભાઈ મારડિયા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત જુનાગઢ જીલ્લામા માનસિક બિમારી વિશેની માહિતી અને જાગૃતિ માટેના કાર્યક્રમ કરવામાં આવે છે. જેમાં શેરી નાટક, રેલી, સેમિનાર, સ્ક્રીનીંગ કેમ્પ, આત્મઘાત નિવારણ, રંગલા-રંગલી કાર્યક્રમ કરવામાં આવે છે. જુનાગઢ જિલ્લાની શાળા, કોલેજોમાં તેમજ હોસ્ટેલોમાં પણ જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવે છે. તેમજ માનસિક બિમારી માટેની સમાજમા રહેલી અંધશ્રધ્ધાને દુર કરવા માટેના પ્રયાસો કરવામાં આવે છે. આ પ્રોજેક્ટ ભારત સરકારના આરોગ્ય મંત્રાલય તથા એન.સી.ડી. સેલ જનરલ હોસ્પિટલ જુનાગઢના સહયોગથી ચલાવવામાં આવે છે.

ચાઈલ્ડ લાઈન ૧૦૯૮ની શરૂઆત


સંસ્થાની સુંદર કામગીરીને ધ્યાને લઈને મહિલા અને બાળ વિકાસ કેન્દ્રીય મંત્રાલય અંતર્ગત ચાઈલ્ડ લાઈન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા સંસ્થાને ચાઈલ્ડ હેલ્પ લાઈન- ૧૦૯૮ ની માન્યતા આપવામાં આવેલ. જેમનું ઉદઘાટન તારીખ:- ૧૪/૧૧/૨૦૧૬ ના રોજ સમાજ સુરક્ષા અધિકારી શ્રી હંસાબેન વાળા તથા બાળ સુરક્ષા એકમના અધિકારી શ્રી આનંદબેન ખાચર હાજર રહી આ પ્રોજેક્ટ ને ખુલ્લો મુકવામાં આવેલ. તેમજ તારીખ:- ૧૪/૧૧/૨૦૧૬ થી ૨૦/૧૧/૨૦૧૬ સુધી વિશ્વ બાળ દિવસના અનુસંધાને ચાઈલ્ડ લાઈન ટીમ દ્વારા "ચાઈલ્ડ સે દોસ્તી" ની ઉજવણી રિક્ષામાં લાઉડ સ્પીકર તથા પેમ્પલેટ વિતરણ કરી ચાઈલ્ડ લાઈન- ૧૦૯૮ ની જાહેરાત કરી. ચાઈલ્ડ લાઈન એ કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકો માટે ૨૪ કલાક મફત ફોન આપત કાલીન આઉટરીચ સેવા છે. ચાઈલ્ડ લાઈન મહિલા અને બાળ વિકાસ કેન્દ્રીય મંત્રાલયનું પીઠબળ ધરાવે છે, અને રાજ્ય સરકારો , એન.જી.ઓ , સંબંધિત પ્રણાલીઓ અને કોર્પોરેટ સેક્ટર સાથે સંકળાયેલ છે.

નિવાસી સંસ્થા


આ સંસ્થામાં અતિ ગંભીર દિવ્યાંગતાધરાવતા (માનસિક ક્ષતિ, બહુ દિવ્યાંગતા, ઓટીઝમ, સેરેબ્રલ પાલ્સી) ધરાવતા બાળકો ને રાખીને વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. આ સંસ્થામાં જે બાળકો ને પેશાબ તેમજ સંડાસ નું ભાન નથી તેવા પથારીવશ બાળકોની સેવા કરવામાં આવે છે. બાળકો અતિ ગંભીર દિવ્યાંગતા ધરાવતા હોવાથી તેમની પ્રથમ પાણી તેમજ ભોજન ની જરૂરિયાત પુરી પાડવામાં સંસ્થા માને છે. ત્યારબાદ આવા બાળકોને દૈનિક ક્રિયા, કસરત તેમજ સામાજિક જ્ઞાન શીખવવામાં આવે છે. સંસ્થામાં માં કુલ - ૬૩ બાળકો નિવાસ કરી રહ્યા છે. જેમાંથી ૪૩ બાળકો કૌટુંબિક તેમજ સામાજિક રીતે અવ્યવસ્થિત જીવન જીવે છે. તેને કારણે આવા બાળકો વિવિધ તહેવારો પણ સંસ્થામાં રહીને ઉજવે છે. સંસ્થા માં બાળકો પાસે થી કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. માત્ર દાતાઓના સહકારથી બાળકોની તમામ જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે.

જન જાગૃતિ ના કાર્યક્રમો


સંસ્થા દ્વારા નેશનલ ટ્રસ્ટ અંતર્ગત "બઢતે કદમ" કાર્યક્રમ તેમજ "વિશ્વ વિકલાંગ દિવસ" ની ઉજવણી વગેરે જેવા જન જાગૃતિ ના કાર્યક્રમો કરવામાં આવે છે. વિકલાંગતા પ્રત્યે સમાજ માં રહેલ અંધ શ્રદ્ધાને દુર કરવા માટે તેમજ વિકલાંગો ને સમાજ માં સ્વીકારવામાં આવે તે માટે જન જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરેલ. જેમાં આપણા સમાજ તેમજ આજુ બાજુના વાતાવરણ માં વિકલાંગો પ્રત્યે કેવું વલણ દાખવવામાં આવે છે તેમજ વિકલાંગો પ્રત્યે સામાન્ય માનવી નું વર્તન કેવું હોવું જોઈએ તેના વિષે બહોળા પ્રમાણ માં જ્ઞાન આપવામાં આવેલ.

દિવ્યાંગો ના સર્વે ક્ષણ ની કામગીરી


તારીખ 03/04/2009 સંસ્થા દ્વારા અલગ અલગ તાલુકામાં દિવ્યાંગો નું સર્વે કરવામાં આવેલ. દિવ્યાંગો ના સર્વે દરમ્યાન જુદી જુદી કેટેગરી ના કુલ 2218 દિવ્યાંગો મળી આવેલ. સર્વેમાં મળી આવેલ દિવ્યાંગો ને સરકાર તરફથી મળતા લાભો જેવા કે દિવ્યાંગ સર્ટિફિકેટ, મેડીકલ સર્ટિફિકેટ, રેલ્વે પાસ, બસ પાસ, સંત સુરદાસ યોજના, સાધન સહાય, સ્કોલરશીપ , વગેરે વિષે માહિતી આપવામાં આવેલ.

સાધન સહાય વિતરણ કાર્યક્રમ


આ સંસ્થા દ્વારા દાતાઓના સહકારથી દિવ્યાંગો ને સાધન સહાય વિતરણ કાર્યક્રમ તારીખ 12/03/2011 ના શનિવારે બપોરે 12 કલાકે રાખવામાં આવેલ. આ કાર્યક્રમ ના અધ્યક્ષ સ્થાને દક્ષીણ રેંજ ના આઈ. જી. શ્રી પ્રવીણ સિન્હા સાહેબ ઉપસ્થિત રહેલ. તેમજ આમત્રિત મહેમાનોમાં ભવનાથ સ્થિત ગૌ રક્ષક આશ્રમ ના મહંત શ્રી શેરનાથ બાપુ , જુનાગઢ અને પોરબંદર જીલ્લાના એસ પી શ્રી નિલેશ બી. જાજડીયા સાહેબ તથા જુનાગઢ જીલ્લાના મથક. ડી વાય એસ પી શ્રી એમ. સી. પટેલ સાહેબ, પી. એસ. આઈ. શ્રી એ. બી. સિસોદિયા સાહેબ, જીલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ડી. પી. સાવલિયા સાહેબ તેમજ સત્યમ સેવા યુવક મંડળ ના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા ઉપસ્થિત રહેલ. આ સાધન સહાય વિતરણ કાર્યક્રમ માં કુલ - ૯૧ (એકાણું) સાધનોનું વિતરણ કરવામાં આવેલ. જેમાં ટ્રાઇસિકલ વ્હિલચેર, ઘોડી, એમ. આર. કીટ, સીપી ચેર જેવા સાધનોનો સમાવેશ થાય છે.

વ્હિલચેર વિતરણ કાર્યક્રમ


સંસ્થા દ્વારા તારીખ 26/07/2012 ગુરુવારના રોજ અતિ ગંભીર દિવ્યાંગતા ધરાવતા જરૂરિયાતમંદ બાળકો ને વ્હિલચેર વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ ના અધ્યક્ષ સ્થાને માણાવદર ના ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડા તથા ડેપ્યુટી કમિશ્નર શ્રી એન. એચ. હડબે સાહેબ તેમજ અન્ય મહાનુભાવો એ હાજરી આપી હતી. આ કાર્યક્રમ માં કુલ 30 જરૂરિયાતમંદ બાળકો ને વ્હિલચેર આપવામાં આવેલ. આ તમામ વ્હિલચેર આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સાયલા ના શ્રી આર. એસ. જાદવ સાહેબ તરફ થી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવવા નજીક ના ગામોના સરપંચશ્રીઓ એ પણ હાજરી આપી કાર્યક્રમ ને સફળ બનાવેલ.

દિવ્યાંગો માટે વિના મુલ્યે સાધન સહાય કેમ્પ નું આયોજન


તારીખ ૦૨/૦૩/૨૦૧૩ અને તારીખ ૦૩/૦૩/૨૦૧૩ ના રોજ આ સંસ્થા દ્વારા તથા આશીર્વાદ વિકલાંગ સેવા ટ્રસ્ટ - સાયલા ના સહયોગથી દિવ્યાંગ સાધન સહાય જેવા કે જેમાં ટ્રાઇસિકલ વ્હિલચેર, ઘોડી, હીયરીંગ એઇડ, વોકર, કેલીપર્સ, તથા બ્લાઇન્ડ સ્ટીક વગેરે જેવા સાધનો માટે નો કેમ્પ બે અલગ અલગ જગ્યા એ રાખવામાં આવેલ. જેમાં પ્રથમ કેમ્પ તારીખ ૦૨/૦૩/૨૦૧૩ ના રોજ સાસણ (ગીર) મુકામે રાખેલ જેમાં ૨૫૮ દિવ્યાંગો એ લાભ લીધેલ. તથા બીજો કેમ્પ તારીખ ૦૩/૦૩/૨૦૧૩ ના રોજ બીલખા મુકામે રાખવામાં આવેલ જેમાં ૪૨૨ જેટલા દિવ્યાંગોએ લાભ લીધેલ. કુલ - ૬૮૦ જેટલા દિવ્યાંગ ભાઈઓ - બહેનોએ લાભ લીધેલ. જેમાંથી કુલ ૬૨૬ સાધનો આપવામાં આવેલ.

Prev12Next