સંપર્ક માટે

+91 99132 36691

સંપર્ક કરો

(0285) 2681612

અમારી પ્રવૃત્તિઓ

બી પી એલ બહેનોને સિલાઈ મશીન તથા મસાલા મુખવાસ બનાવવા માટે ની કીટ વિતરણ કાર્યક્રમ


બી પી એલ બહેનોને સિલાઈ મશીન તથા મસાલા મુખવાસ બનાવવા માટે ની કીટ વિતરણ નો કાર્યક્રમ સંસ્થા દ્વારા બી પી એલ બહેનો માટે ખાદી ગ્રામોદ્યોગ ના સહયોગથી સિલાઈ મશીન તેમજ મસાલા મુખવાસ બનાવવા માટેની કીટ આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં જીલ્લા અધિક કલેકટર શ્રી વાઢેર સાહેબ આ અધ્યક્ષ સ્થાને કુલ 29 સિલાઈ મશીન તેમજ કુલ 30 મસાલા મુખવાસ બનાવવા માટેની કીટ નું વિતરણ કરવામાં આવેલ. તેના કારણે અલગ અલગ ગ્રામ્ય વિસ્તાર માંથી આવી બહેનો પોતાને ઘરે રોજગારી મેળવી આત્મનિર્ભર બની શકે તે માટે આ સંસ્થા દ્વારા સફળ આયોજન કરવામાં આવેલ.

સ્ટેશનરી વિતરણ કાર્યક્રમ


સંસ્થા દ્વારા દાતાઓના સહકારથી જરૂરીયાતમંદ દિવ્યાંગ બાળકોને સ્ટેશનરી વિતરણ કરવામાં આવેલ. જેમાં કુલ 153 દિવ્યાંગ બાળકોને વિના મુલ્યે કીટ વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ચાપરડા આશ્રમના મહંત સાધનાનંદ બાપુ તથા મહિલા અગ્રણી શ્રી ધૂલેસીયા વિજયાબેન તથા લંડન નિવાસી કાનજીભાઈ ચૌહાણ તથા સત્યમ સેવા યુવક મંડળ ના પ્રમુખશ્રી મનસુખભાઈ વાજા, દાતાર સેવક શ્રી બટુક બાપુ વગેરે મહાનુભાવો હાજર રહી કાર્યક્રમને દીપાવ્યો.

આયુર્વેદિક સર્વ રોગ નિદાન કેમ્પ


આ સંસ્થા દ્વારા જુનાગઢ જીલ્લામાં અલગ અલગ સ્થળો એ વિના મુલ્યે આયુર્વેદિક સર્વ રોગ નિદાન કેમ્પ નું વિશાળ આયોજન કરવામાં આવેલ. કેમ્પ માં સંતાન વ્યંધત્વ, વાતજ, વ્યાધી, સંધિવા, સ્ત્રી રોગ, ચર્મ રોગ, પેટ ના રોગ, હરસ, મસા, ભગંદર, જેવા રોગો નું આયુર્વેદિક નિદાન કરેલ. અત્યાર સુધીમાં મોટા પ્રમાણ માં કુલ 8 કેમ્પો કરવામાં આવેલ છે. જેમાં કુલ 1176 દર્દીઓના વિના મુલ્યે દવા, સારવાર તેમજ માર્ગદર્શન આપવામાં આવેલ. કેમ્પ માં જીલ્લા આયુર્વેદિક અધિકારી ડો. સાવલિયા સાહેબ તેમજ આયુર્વેદ શાખા ના નિષ્ણાંત તજજ્ઞો એ સેવા આપેલ.

વૃક્ષા રોપણ કાર્યક્રમ


સંસ્થામાં તારીખ 27/08/2012 ને શુક્રવારના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પી. એસ. આઈ. શ્રી એ. બી. સિસોદિયા સાહેબ, ડેપ્યુટી કમિશ્નર શ્રી એન. એચ. હડબે સાહેબ, જીઈબી ના ડેપ્યુટી એન્જીનીયર શ્રી સોની સાહેબ, જીલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ડી. પી. સાવલિયા સાહેબ, ખાણ એસોસિયેશન ના પ્રમુખ શ્રી રાજુભાઈ ભોજાણી તથા સત્યમ સેવા યુવક મંડળ ના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા તેમજ અન્ય મહેમાનો ઉપસ્થિત રહેલ.

દિવ્યાંગો માટે રમત ગમત નું આયોજન ખેલ મહાકુંભ - 2011


ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શારીરિક અસ્થિવિષયક ખામી ધરાવતા દિવ્યાંગો માટે સરકાર શ્રી તરફ થી ખેલ મહાકુંભ - 2011 નું આયોજન કરવામાં આવેલ. સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત રાજ્ય ના માર્ગ દર્શન હેઠળ સમગ્ર જુનાગઢ જીલ્લામાં તમામ રમતોનું આયોજન આ સંસ્થા દ્વારા રાખવામાં આવેલ. આ તમામ સ્પર્ધાઓ જીલ્લા કક્ષા એ રમાડવામાં આવેલ. જેમાં કુલ 512 દિવ્યાંગ સ્પર્ધકો એ ભાગ લીધેલ. દરેક સ્પર્ધકો ને સરકાર તરફ થી પ્રમાણપત્ર આપવામાં આવેલ તેમજ પ્રથમ, દ્વિતિય અને તૃતીય વિજેતાઓ ને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવેલ. તેમજ ક્રિકેટનું પણ સરસ આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં જીલ્લા રમત ગમત અધિકારી શ્રી થારોટ સાહેબ તથા જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી નિમાવત સાહેબ તેમજ અન્ય મહાનુભાવો હાજરી આપી સફળ બનાવેલ.

દિવ્યાંગો માટે ખેલ મહાકુંભ - 2012


સંસ્થા દ્વારા તારીખ 01/02/2013 તથા તારીખ 02/02/2013 ના રોજ દિવ્યાંગો માટે ખેલ મહાકુંભ - 2012 નું આયોજન કરેલ જેમાં જુનાગઢ જીલ્લ કલેકટર શ્રી મનીષ ભારદ્વાજ સાહેબના વરદ હસ્તે કાર્યક્રમનું ઉદઘાટન કરેલ તથા ઉપસ્થિત મહાનુભાવોમાં જુનાગઢ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી નિમાવત સાહેબ હાજર રહી વિકલાંગોનો ઉત્સાહ વધાર્યો હતો. ખેલ મહાકુંભ માં ગોળા ફેંક , ચક્ર ફેંક, બરછી ફેંક, નિશાન તાક, લાંબી કૂદ, ઉંચી કૂદ, 100મી. ટ્રાઇસિકલ રેસ, વ્હિલચેર હર્ડર, 100મી. દોડ, તથા ક્રિકેટ જેવી રમતો રમાડવામાં આવી. જેમાં ભાગ લેવા માટે 503 જેટલા દિવ્યાંગ ભાઈઓ - બહેનોએ રજીસ્ટ્રેશન કરાવેલ. જેમાંથી 24 જેટલા દિવ્યાંગો એ અલગ અલગ રમતોમાં પ્રથમ નંબર લઇ રાજ્ય લેવલ રમત માં પોતાનું કૌવત દર્શાવ્યું હતું.

અસ્થિ વિષયક ખેલ મહાકુંભ 2013નું આયોજન


જુનાગઢ જીલ્લા તથા ગીર સોમનાથ જીલ્લાના દિવ્યાંગો માટે રમત ગમત નું આયોજન કરવામાં આવેલ. જેમાં ગીર સોમનાથ જીલ્લામાં કુલ 130 ખેલાડીઓ એ ભાગ લીધો હતો અને પોતાનું કૌવત બતાવ્યું હતું. તેમજ જુનાગઢ જીલ્લામાં તારીખ 04/12/2013 ના રોજ આયોજન કરવામાં આવેલ, જેમાં આ જીલ્લાના આસરે કુલ 200 (બસ્સો) દિવ્યાંગો એ ભાગ લીધો હતો. આ ખેલ મહાકુંભ માં જુનાગઢ જીલ્લાના અધિક કલેકટર શ્રી સંજય મોદી સાહેબ હાજર રહી તમામ વિકલાંગો નો ઉત્સાહ વધાર્યો હતો. જુનાગઢ જીલ્લાના આસરે 20 દિવ્યાંગોને સંસ્થા દ્વારા તૈયાર કરી પાટણ આયોજિત ટ્રાઇસિકલ રેસ માટે મોકલવામાં આવ્યા હતા. ત્યાના આયોજક શ્રી મેજર સાહેબ ઘણા ખુશ થયા હતા. આ સાથે ભાગ લેનાર જુનાગઢ જીલ્લાના વિકલાંગો પણ ખુશ હતા. આમ આ આયોજન માં ભાગ લેવા દિવ્યાંગો ને પ્રોત્સાહન આપ્યું હતું.

શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન


સંસ્થા દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન તારીખ 07/11/2013 થી 13/11/2013 સુધી રાખવામાં આવેલ. જેમાં આવતા પ્રસંગો અનુસારી એક પ્રસંગ રૂક્ષ્મણી વિવાહ અંતર્ગત જુનાગઢ ના પી એસ આઈ શ્રી જયશ્રી બહેન વરીયા શ્રી કૃષ્ણ બન્યા અને જુનાગઢ ના કોર્પોરેટ શ્રી ચંદ્રિકા બહેન રાખસીયા એ રૂક્ષ્મણી નું પાત્ર ભજવી સપ્તાહમાં અનેરું વાતાવરણ ઉભું કર્યું હતું. આ સપ્તાહ માં મુખ્ય મહેમાન તરીકે જુનાગઢના સુપ્રસિદ્ધ ડોક્ટર શ્રી ડી. પી. ચીખલીયા સાહેબ હાજર રહ્યા હતા. તેમજ ભાગવત સપ્તાહ દરમિયાન રાત્રીના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ. લોક ડાયરો, રાસ લીલા, શ્રીનાથજીની ઝાંખી વગેરે કાર્યક્રમ રાખવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમનું લાઇવ પ્રસારણ બ્લુ સ્ટાર ડેન ચેનલ દ્વારા કરવામાં આવેલ.

Prev12Next